સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સતાપરના ડેમમાં 23 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જેથી યુવાનની ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા રોડ ઉપર સતાપરના ડેમમાં રવિ ઠાકોર નામના 23 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. યુવાન પોતે લાબું તરી શકવાની પ્રેક્ટિસ વાળો હોવા છતાં ડેમમાં બહુ દૂર સુધી જઈ પાછા વળતા પોતે થાક્યો હતો અને ડૂબ્યો હતો. એની સાથે તરવા ગયેલા મિત્રો દ્વારા અનેક પ્રયત્ન કરવા છતાંય યુવાન બચી શક્યો ન હતો. જો કે, સ્થાનિક તરવૈયા જયદેવસિંહ ઝાલા અને 40 કીમી દૂર જતવાડથી આવેલા યાસીનખાન તેમજ આસિફખાન દ્વારા કલાકોની જહેમત બાદ યુવાનની લાશને બહાર કાઢી શકાઈ હતી. સ્થાનિક રહેવાસીઓ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ધ્રાંગધ્રા પાલિકામાં ફાયરમાં કુશળ તરવૈયાઓ ભરતી નહીં કરતાં હોવા બાબતે ફીટકાર જોવા મળી હતી. ઘણા કિસ્સાઓમાં સમયસર તરવૈયાઓ પહોંચી જાય તો ડૂબતો માણસ બચી શકે છે. તેમજ મરણ થવાના કિસ્સાઓમાં લાશ ઝડપથી બહાર કાઢી શકાય છે.