અગ્રવાલ મહિલા મંડળ ડીસા સમાજ ઉપયોગી કાર્યો કરી ડીસા પંથકમાં તેઓનું નામ ઉજ્જવળ કર્યું છે. રેલવે સ્ટેશન પાસેના અનાજ ગોડાઉન પાસે રહેતા સૂર્યાબેન દેવીપુજક જેવો નિરાધાર વિધવા અને ત્રણ પુત્રી અને બે પુત્રો કુલ પાંચ બાળકો નું જીવન નિર્વાહ ફક્ત વિધવા પેન્શન અને ઘાસચારો વેચી મજૂરીમાંથી માંડ માંડ ચલાવે છે. તેઓ પોતાના બાળકોને ભણવા લાયક હોવા છતાં આટલી ઓછી આવકમાં ભણાવી શક્તાં નહોતા, તેઓએ બાળકોને ભણાવવા મદદની અપીલ પ્રવીણભાઈ સાધુ ,નિવૃત્ત આચાર્ય (ચી.હં.દોશી) ને કરેલ. તેઓએ આ વાત અગ્રવાલ મહિલા મંડળ ડીસાને કરતાં તમામ સભ્યશ્રીઓએ બાળકોને શિક્ષણ અપાવવા જબરદસ્ત તૈયારી દર્શાવી.પ્રથમ તેઓની ટીમે સૂર્યાબેન ના ઘર ની મુલાકાત લઈ,પરિસ્થિતિ જાણી.બાળકોને અને ગંગાસ્વરૂપા સુર્યાબેન માટે ઘરે પહેરવા કપડાંની વ્યવસ્થા કર્યા બાદ એ બાળકોને નજીકની રેલ્વે સ્ટેશન પ્રાથમિક શાળામાં પુત્રી જમના 9 વર્ષ, પુત્રી વનિબેન 7 વર્ષ, દીકરા પ્રહલાદ ને પહેલા ધોરણમાં અને પુત્ર વિજયને બાળવાટિકામાં પ્રવેશ અપાવ્યો. રેલ્વેસ્ટેશન શાળાના આચાર્ય શાંતિભાઈ દેસાઈ અને તેજાભાઈ પ્રજાપતિ નો સહયોગ મળ્યો. ત્યારબાદ બાળકોને શાળાનો ગણવેશ, સ્કુલબેગ ,પાંચેય બાળકો ને પગરખાં અને નોટબુકો તેમજ અન્ય સ્ટેશનરી બજારમાંથી ખરીદી અપાવી. આ તમામ સામગ્રી મળતાં બાળકોના અને ગં.સ્વ. સુર્યાબેનના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી હતી ..અગ્રવાલ મહિલા મંડળના સભ્યો શ્રીમતી કૌશલ્યાબેન અગ્રવાલ, રેણુકાબેન, અમિતાબેન, વર્ષાબેન, રેખાબેન, ,પુષ્પાબેન, ઉષાબેન અગ્રવાલે અન્ય કોઈપણ પ્રકારની મદદની જરુર હોય તો મદદ કરવાની તત્પરતા દર્શાવી હતી. સમગ્ર ડીસા પંથકમાં અગ્રવાલ મહિલા મંડળ ડીસા એ વિદ્યાદાન દ્વારા માનવતાની મહેક ચોમેર પ્રસરાવી છે. શ્રી નિતીનભાઈ સોની (રાજપુર ) અને શ્રી રાહુલભાઈ ઠાકોર (સ્પોર્ટ્સ ટીચર) સરદાર પટેલ હાઇસ્કૂલ ડીસા નો પણ સહયોગ પ્રાપ્ત થયેલ છે..