પાટડી જૈનાબાદ રોડ પરથી બિયર ટીન નંગ- 135 સાથે રૂ. 2.18 લાખના મુદામાલ સાથે કાર ઝડપાઇ હતી. પાટડી પોલીસ વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ. 2,18,500ના મુદામાલ સાથે બનાશકાંઠાનો આરોપી ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.પાટડી પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરા સહિતના પોલીસ સ્ટાફને મળેલી પાક્કી બાતમીના આધારે પાટડી-જૈનાબાદ રોડ પર અમૃત હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી સફેદ કલરની મારૂતી સ્વીફ્ટ ગાડીને કોર્ડન કર્યા બાદ આંતરીને ઉભી રખાવીને ગાડીની સઘન ચેકીંગ કરતા ગાડીમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું હતુ.પાટડી પોલીસે ચેકીંગ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ બિયર ટીન નંગ- 135 કિંમત રૂ. 13,500, મોબાઇલ નંગ- 1, કિંમત રૂ. 5,000 અને સફેદ કલરની મારૂતી સ્વીફ્ટ કાર કિંમત રૂ. 2,00,000 મળી કુલ રૂ. 2,18,500નો મુદામાલ સાથે આરોપી શાંતિભાઇ ઉર્ફે જયંતિભાઇ રગનાથભાઇ મકવાણા ( કોળી-ઠાકોર ) રહે-જોરડીયાળી, તા-વાવ, જી. બનાશકાંઠાને ઝબ્બે કર્યો હતો.પાટડી પોલીસના આ દરોડામાં પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરા, કુલદીપસિંહ ઝાલા, અજયભાઇ ખાંભલા, સુખદેવસિંહ ઝાલા અને લીલાભાઇ ગોયલ સહિતનો પાટડી પોલીસનો સ્ટાફ હાજર હતો. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Delhi Flood : दिल्ली में Yamuna के जलस्तर में गिरावट का दौर जारी, खतरा अभी भी बरक़रार | News18 India 
 
                      Delhi Flood : दिल्ली में Yamuna के जलस्तर में गिरावट का दौर जारी, खतरा अभी भी बरक़रार | News18 India
                  
   Gujarat Election 2022 | ઉનાઈથી ગૌરવ યાત્રાનો પ્રારંભ | amit shah | Gujarat News 
 
                      Gujarat Election 2022 | ઉનાઈથી ગૌરવ યાત્રાનો પ્રારંભ | amit shah | Gujarat News
                  
   डायबिटीज़ खतम करने के 5 स्टेप | Reverse Your Diabetes in 5 Steps 
 
                      डायबिटीज़ खतम करने के 5 स्टेप | Reverse Your Diabetes in 5 Steps
                  
   ডুমডুমা সমষ্টিৰ ৬ গৰাকী জটিল ৰোগীক মুখ্যমন্ত্ৰী সাহাৰ্য্য পুঁজিৰ চেক বিতৰণ বিধায়ক ৰূপেশ গোৱালাৰ । 
 
                      বৃহস্পতিবাৰে পুৱাই  ডুমডুমা সমষ্টিৰ ৬ গৰাকী জটিল ৰোগীক মুখ্যমন্ত্ৰী সাহাৰ্য্য পুঁজিৰ চেক...
                  
   
  
  
  
  
   
   
   
  