ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી..

અરવલ્લી ની ગિરિમાળાઓ માં વિરાજમાન મા અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે, ત્યારે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર રોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો માના દર્શનાર્થે આવી માતાજી ના ચરણોમાં શીશ નમાવે છે, શક્તિપીઠ અંબાજી ખાતે કોઈપણ નેતા અભિનેતા કે પછી વીવીઆઈપી પણ માતાજી ના ચરણોમાં શીશ નમાવવા અને માનો આશીર્વાદ મેળવ વા અંબાજી આવતા હોય છે, ત્યારે આજે વિધાન સભાના અધ્યક્ષ અને બનાસ ડેરી ના ચેરમેન યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા..

આજે વિધાન સભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી માં જગત જનની અંબાના નિજ મંદિર પહોંચ્યા હતા, અંબાજી મંદિર પહોંચતા મંદિર ના પૂજારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, શંકર ચૌધરી માતાજી ના ગર્ભ ગ્રુહમાં જઈ માતાજી ના ચરણોમાં શીશ નમાવ્યું હતું, તો મંદિર ના ભટજી મહારાજ દ્વારા વિશેષ પૂજા અર્ચના કરી હતી, તો સાથે સાથે વિશ્વ કલ્યાણ માટે માતાજી થી પ્રાર્થના કરી હતી, માતાજી ના દર્શન અને માતાજી નો આશીર્વાદ મેળવ્યા બાદ વિધાન સભાના અધ્યક્ષ ભટજી મહારાજ ની ગાદી પર જઈ ભટજી મહારાજ જોડે રક્ષા કવચ બંધાવ્યો હતો, અને ભટજી મહારાજ જોડે આશીર્વાદ લીધા હતા..