ડીસામાં બ્રાન્ડેડ અગરબત્તીનું ડુપ્લિકેટીંગ કરતા કાર્યવાહી...
મૈસુર પરફ્યુમ દીપ હાઉસ કમ્પની ઇન્દોર દ્વારા મંથન અગરબત્તી બનાવી વેચાણ કરવામાં આવે છે જોકે બ્રાન્ડેડ આ અગરબત્તીનું ડીસામાં કોઈ કોપીરાઈટ કરતું હોવાની ફરિયાદ કોપીરાઈટ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા માટે ઓથોરિટી તરીકે રાખેલ અધિકારી અસરૂરદીન એફ. ઈમાનદાર પોલીસના માણસો સાથે રાખી લાટી બજારમાં આવેલ એક મકાનમાં તપાસ હાથ ધરતા ત્યાં એક ઇસમ હાજર મળી આવતા તેનું નામ પૂછતાં તેને પોતાનું નામ રાયચંદરામ મગલારામ પઢીયાર (રહે. માલગઢ) હોવાનું જણાવેલ અને તપાસ દરમિયાન સ્થળ ઉપરથી મંથન અગરબત્તીના ભળતા બોક્સ અને અગરબતીનો જથ્થો મળી આવેલ.જેથી કોપીરાઇટ અધિકારી દ્વારા તેમને કોપીરાઇટના હકો બાબતે પૂછતાં તેણે કઈ જણાવેલ નહિ અને બિન અધિકૃત રીતે અગરબત્તીની કોપી કરતા જણાઈ અઆવેલ.વધુ તપાસ દરમિયાન મકાનના ભોંયરામાંથી અગરબત્તીના બોક્સ ,સ્ટીકર અને અગરબત્તીનો જથ્થો મળી કુલ ૬૦,૩૦૦ નો મુદામાલ કબજે કરી રાયચંદદાસ મગલારામ પઢીયાર વિરૂદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે