તારાપુર શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં લટકતા વીજ વાયર અનેક ફરિયાદો છતાં વીજ કંપની કુંભકર્ણની નીદ્રામાં

તારાપુર વીજ કંપનીની ફરિયાદો દિવસે દિવસે વધતી થાય છે તેવામા થોડા સમય પહેલા વરસડા કેનાલ પાસે જીવતા વીજ વાયરની ઝપટે એક યુવકનો ભોગ લેવાયો હોવા છતાં કુંભકર્ણની નીદ્રામા પોઢેલ વીજ કંપનીના કર્મચારીઓને સરકાર ક્યારે 440 વોલ્ટનો ઝટકો આપીને જગાડશે ? તેવુ હવે લોકો કહી રહ્યા છે.

સરકારના આદેશ છે કે ચોમાસા પહેલા વીજ કંપની દ્વારા પ્રીમોન્શુન કામગીરી કરી લેવી જોઈએ પરંતુ તારાપુરમા હવે વરસાદી વાદળો ઘેરાઈ રહ્યા છે જુલાઈ મહિનો નજીક છે અને આગાહીઓ ઉપર આગાહી આવી રહી છે તેવામા જનતાની સુખાકારી અને વીજ કંપની નાની અમથી ભૂલના કારણે કોઈનો જીવ ન જાય તે માટે પ્રિમોન્શુન કામગીરી કરવી જોઈએ પરંતુ છેલ્લા ઘણાં સમયથી તારાપુર શહેરના મરીયમ -૧ અને ૨  ,રહમતપાર્ક, આયશા પાર્ક, ઝમઝમ સોસાયટી, ફાતેમા સોસાયટી, આબાદનગર, કિસ્મત સોસાયટી સહિતના વિસ્તારમા કેટલાય સમયથી ઠેર ઠેર વીજપોલ નમી ગયા છે અને વીજવાયરો તો જાણે છાતી સમા ઝુલી રહ્યા છે અને વારે વારે વીજ પુરવઠો ખોરવાય છે, હાલ સોસાયટી મા રસ્તાઓનુ કામ ચાલુ હોઈ રસ્તામા નડતાં વીજપોલ હટાવવા માટે પણ અનેક ફરિયાદો કરવામા આવી છે તેમ છતાં વીજ કંપની દ્વારા કોઈ કામગીરી નહીં થતાં લોકોમા ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને જો બાકી રહેલ કામગીરી ટુંક સમયમા કરવામા નહીં આવે તો અહીંના રહીશો અમરણાંત ઉપવાશ પર બેસવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે