ડીસાના ઇન્દિરા નગર-ધુળીયાકોટ વિસ્તારમાં એક જ સમાજના લોકો વચ્ચે નજીવી બાબતે તકરાર થતા મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં 70થી 80 લોકોનું ટોળું સામ સામે ધોકા અને પથ્થર મારો કરતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ડીસાના ઈન્દીરા નગર-ધૂળીયાકોટ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની છે. જેમાં એકજ સલાટ સમાજના લોકોના બે જૂથ વચ્ચે સામસામે મારા મારી થઈ છે. નજીવી બાબતે તકરાર થતાં જ બે જૂથ ઉશ્કેરાઈ સામસામે આવી જઈ જાહેર માર્ગ પર ધોકા અને પથ્થરો વડે મારામારી કરી હતી. પથ્થરો અને ધોકા વડે સામસામે મારામારી કરતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં 70થી 80 લોકોનું ટોળું મારામારી કરતા હોવાનું દેખાય છે. જેમાં નાના બાળકોથી લઇ મોટા લોકો પથ્થર મારો કરી રહ્યા છે. અચાનક જાહેર માર્ગ પર ટોળા વચ્ચે મારામારી થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે આ ઘટના બાબતે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ થઈ નથી.