સુરેન્દ્રનગર પોલીસ ડિવિઝનના વિવિધ પોલીસ મથકોમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગરની મુલાકાતે આવેલા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે આગામી તારીખ 1જુલાઈથી 15 જુલાઈ સુધી ફરી વ્યાજખોરો સામે લોકદરબાર યોજી કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. જેમાં એમણે વ્યાજખોરોના ત્રાસ સામે લોકોને કોઈપણ જાતના ડર વગર સામે આવી પોલીસ મથકે ફરીયાદ કરવા અપીલ કરી હતી.આજે સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાત દ્વારા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવનુ બુકે વડે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે એ-ડિવિઝન પોલીસ મથકની વિવિધ કામગીરી, રેકર્ડ, લોકઅપ, જીલ્લામાં બનતા ગુન્હાઓ સહિતની કામગીરીની સમીક્ષા કરવામા આવી હતી.આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર DSP હરેશકુમાર દુધાત, Dysp એચ.પી.દોશી સહિત પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે આગામી તારીખ 1જુલાઈથી 15 જુલાઈ સુધી ફરી વ્યાજખોરો સામે લોકદરબાર યોજી કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી.