BSF દ્વારા વિવિધ સ્થળોએ વિશ્વ યોગ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઇ..
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
દાંતીવાડા ડેમ, બીએસએફ કેમ્પસ દાંતીવાડા, સીમા દર્શન નડાબેટ, ધોળાવીરા અને ભારત-પાકિસ્તાન બોર્ડર ચોકીઓ પર BSFના જવાનોએ યોગ કર્યા..
બોર્ડર સુરક્ષા દળ (BSF) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની વિવિધ સ્થળોએ આનંદ ઉલ્લાસ સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દાંતીવાડા ડેમ, બીએસએફ કેમ્પસ દાંતીવાડા, સીમા દર્શન નડાબેટ, ધોળાવીરા અને ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલી બોર્ડર ચોકીઓ પર ૯ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં કમાન્ડન્ટ સહિત અધિકારીઓ, તમામ કર્મચારીઓ, કર્મચારીઓના પરિવારો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો અને વિવિધ યોગાસનો, ધ્યાન, પ્રાણાયામ કરી યોગસાધના કરી હતી.
દર વર્ષે યોગના વિવિધ પાસાઓને ઉજાગર કરવા માટે એક અલગ થીમ પસંદ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની થીમ 'વસુધૈવ કુટુંબકમ માટે યોગ' છે" જે અન્વયે "હર આંગન યોગ" માં વ્યક્તિઓ, સમુદાયો અને સંસ્થાઓએ યોગ સંબંધિત પ્રવૃત્તિઓ જેવી કે વર્કશોપ, સેમિનાર, પ્રદર્શનો અને જાહેર પ્રદર્શનોમાં ભાગ લઈ 9 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. ભારત અને વિદેશમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.