જિલ્લા ગ્રાહક અદાલતે અપાવ્યો ન્યાય: ડીસાની આદર્શ બેંકને 2 લાખ 10 હજાર 831 રુપિયા 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યો
પરંતુ કોપરેટીવ બેંકે નાણાં ચૂકવવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધેલો અને જણાવેલું કે નાગરિક બેંક હવે બંધ થઈ ગઈ છે જેથી તમને નાણાં મળશે નહીં. ગ્રાહક હઠાભાઇએ પોતાની સગીર દીકરી પાર્વતીબેનના ભવિષ્ય માટે કરેલ રોકાણ વ્યર્થ જતાં અને કો-ઓપરેટીવ બેંકે નાણા ચુકવવાથી ઇન્કાર કરતાં હતાશ અને નિરાશ થયેલા ગ્રાહક હઠાભાઇએ ગુજરાત રાજ્યની જાણીતી ગ્રાહક હિત હક્ક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવેને રૂબરૂ મળી પોતાની આપવીતી બતાવી લેખિત ફરિયાદ આપી હતી. જે ફરિયાદને ગંભીરતાથી લઈ નોટીસ વિગેરેની કાર્યવાહી કર્યા બાદ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માએ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલત સમક્ષ ફરિયાદ નંબર 163/2022થી આદર્શ ક્રેડિટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ ડીસા શાખા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
જે ફરિયાદ ગ્રાહક અદાલતમાં ચાલી જતાં અને શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માની ધારદાર દલીલોને માન્ય રાખી બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતના