નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને પાણીની ટાંકી, બાયપાસ રોડ, રતનપર ખાતે નગરપાલિકા દ્વારા પાણી વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડકે પાણીની ટાંકી ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કર્યું હતુ.આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજથી નવ વર્ષ પહેલાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક પ્રસ્તાવ મૂક્યો હતો. અને આ પ્રસ્તાવનો વિશ્વના 193 દેશોએ સ્વીકાર કર્યો. જેના ફળસ્વરૂપે આજે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પવિત્ર દિવસે સુરેન્દ્રનગર-વઢવાણ-દુધરેજ સંયુક્ત નગરપાલિકા દ્વારા રતનપર-ઓજી વિસ્તારમાં ભારત સરકારની નલ સે જલ યોજના અંતર્ગત રૂ.35 કરોડના ખર્ચે વોર્ડ નં. 9,10 અને 11માં નર્મદાના પીવાના પાણીની લાઈનનો શુભારંભ થવાથી આ વિસ્તારના લોકોનો પાણીનો પ્રશ્ન હલ થશે. વધુમાં આ વિસ્તારના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે એ માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેથી આ વિસ્તારના લોકોને ટ્રીટમેન્ટ કરેલું શુદ્ધ પીવાનું પાણી મળસે.સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ભારત સરકારની નલ સે જલ યોજના અંતર્ગત પાણીની ટાંકી, બાયપાસ રોડ, રતનપર ખાતે રૂપિયા 35 કરોડના ખર્ચે પાણી વિતરણ વ્યવસ્થા શુભારંભ થયો છે. આ શુભારંભથી વોર્ડ નં. 9,10 અને 11ના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળશે. સાથે આજે 4.5 mldની ક્ષમતાવાળા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ થયું હતુ. જેથી આ વિસ્તારના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળશે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं