સુરેન્દ્રનગર બહુચર હોટલ પાસે પ્રજાપતિ વાડી બાજુમાં 2019 માં ચાર ઇસમો એક યુવાન પર છરી લાકડી વડે આડેધડ હુમલો કર્યો હતો, જેની જામીન અરજી સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટે રદ કરી છે, આ કામે અરજદાર/આરોપી તરફે વકીલ. સી.એચ.શુકલનએ તેમની રજુઆતમાં ભારપુર્વક રજુ કરેલ હતી,ઉપરોકત રજુઆત સામે વિ.એ.પી.પી.પી.બી.મકવાણાનાઓએ પોતાની રજુઆતમાં ભારપુર્વક જણાવેલ છે કે,આ કામના આરોપીનુ એફ.આઇ.આર.માં પ્રથમથી જ નામ છે. આ કામના આરોપીએ અન્ય આરોપી સાથે મળી મરણજનારના શરીર ઉપર આડે ધર ઘા કરી ઇજાઓ પહોંચાડેલ તે રીતેનો ફરીયાદપક્ષનો કેસ છે,આ કામના આરોપીએ પ્રથમ ઘા મારેલ છે અને આમ ગુનો બનવામાં સરળતા આ કામના આરોપીએ કરી આપેલ છે. જયાં સુધી, મેડીકલ ઓફીસરની જુબાની અને ફરીયાદ હકીકતમાંના આક્ષેપો સબંધે તુલનાત્મક સમીક્ષા કરવા બાબતને લાગે વળગે છે,ત્યાં સુધી જામીન અરજીના નિર્ણય સમયે અદાલત આવી નવનાત્મક સીમા કરી શકે નહી, તથા આ આરોપીએ અગાઉ ચાર્જશીટ બાદ જામીન પરત થવા ઘા કરી ઇજાઓ પહોંચાડેલ તે રીતેનો ફરીયાદપક્ષનો કેસ છે. આરોપીએ અગાઉ ચાર્જશીટ બાદ જામીન મુક્ત થવા માટે કરેલ અરજી નામંજુર કરેલ છે તે તમામ બાબતોને ધ્યાને લેતા અન્ય કોઇ સંજોગો બદલાયેલા છે તેમ ગણી શકાય નહી તેમ જણાવી આરોપીની હાલની જામીન અરજી નામંજુર કરવા ભારપુર્વક પી.બી.મકવાણાનાઓએ રજુઆત કરેલ.ઉભયપક્ષોની ઉપરોકત રજુઆતો તથા તપાસ કરનાર અમલદારનું સોગંદનામું તેમજ ફરીયાદ હકીકત તેમજ ચાર્જશીટ સાથેના કાગળો વંચાણે લીધા હતા,રેકર્ડ પરની વિગતો ધ્યાને લેતા આ જ અરજદાર/આરોપીએ તેઓ વિરુધ્ધ ચાર્જશીટ રજુ થયા બાદ અગાઉ ફોજ.પરચુ.અરજી નં. 381/2020 રેગ્યુલર જામીન મેળવવા માટે કરેલ. જે અરજીના કામે મારા પુરોગામી વિ.સેશન્સ જજએ આરોપીની ગુનાના કામની પ્રથમ દર્શનિય સંડોવણી માની આ અરજદાર/આરોપીની રેગ્યુલર જામીન મેળવવા માટેની માંગણી નામંજુર કરેલ છે.