ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં પોલીસે અગાઉ પણ બાઈક ચોર ગેંગ ને ઝડપી હતી, જ્યારે છેલ્લા કેટલાક સમય થી ડીસામાં ઓટો રીક્ષા ચોરવાના બનાવો વધ્યા હતા..

જેમાં ડીસાના વાડી રોડ પર આવેલા નેહરુ નગર ટેકરા માં રામાપીર ના મંદિર પાસે થી ગત તારીખ 27 ના રોજ નવી ઓટો રીક્ષા ચોરાઈ હતી, જે અંગેની ફરિયાદ ડીસા ઉત્તર પોલીસ મથકે નોંધાઈ હતી..

ફરિયાદ નોંધાતા ડીસા શહેર ઉત્તર પીઆઇ વી.એમ. ચૌધરી ની સૂચના થી વ્હીકલ સ્કવોર્ડ ના માણસો સતર્ક બન્યા હતા, અને વાહન ચોરી ના ગુનાઓ શોધી કાઢવાની તપાસ માં હતા, તે અંતર્ગત નહેરુનગર ટેકરા થી ચોરાયેલ સીએનજી ઓટો રીક્ષા મળી આવતા પોલીસે રિક્ષા ચોરી કરનાર શૈલેષ ઉર્ફે વજેસિંહ ભાખરજી પરમાર (દરબાર) રહે. મારવાડી મોચીવાસ તથા એક કિશોર ની અટકાયત કરી હતી, બંને એ રીક્ષા ચોરી કરી હોવાનું કબૂલાત કરતા પોલીસે તેઓની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..