આણંદ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને લેખક તરીકે નામના મેળવનાર રાજેશભાઇ પટેલ (ધર્મજ)ની આણંદ જીલ્લા ભાજપા સંગઠન પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આણંદ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને લેખક તરીકે નામના મેળવનાર રાજેશભાઇ પટેલ (ધર્મજ) ની આણંદ જીલ્લા ભાજપા સંગઠન પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવતાં જિલ્લા તાલુકાના સંગઠનોમાં તેમજ તેઓના મિત્ર વર્તુળમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું અને નવનિયુક્ત આણંદ જીલ્લા ભાજપા પ્રમુખ રાજેશભાઇ પટેલને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.. નવનિયુક્ત આણંદ જીલ્લા ભાજપા પ્રમુખ રાજેશભાઇ પટેલ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારીમાં પણ હતા.

ભાજપનો જુનો ચહેરો ગણાતાં નવનિયુક્ત આણંદ જીલ્લા ભાજપા પ્રમુખ રાજેશભાઇ પટેલ જેઓ સોજીત્રા મત વિસ્તારમાં આવતાં પેટલાદ તાલુકાના ધર્મજ ગામના વતની છે. અને સ્વભાવે હસમુખો ચહેરો તેઓની પહેચાન ગણાય છે. રાજેશભાઇ પટેલ લેખક તરીકે ધણા બધા પુસ્તકો અને લેખોમાં આજની તારીખે સ્થાન ધરાવે છે... આવા નવનિયુક્ત આણંદ જીલ્લા ભાજપા પ્રમુખ રાજેશભાઇ પટેલને અભિનંદન અને શુભેચ્છાઓ..

ખાસ રિપોર્ટ ભાવેશભાઇ આંજણા પટેલ તારાપુર મો. ૬૩૫૨૨૪૯૯૪૨ / ૯૯૨૪૦૯૫૨૮૭