બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણ દ્વારા સિધ્ધપુર તાલુકાના કલ્યાણા ખાતે NRLM યોજનાના સંકલનથી સ્વ સહાય જૂથની બહેનોને આજીવિકા લક્ષી ઘરગથ્થુ અગરબત્તી બનાવટની તાલીમની શરૂઆત કરવામાં આવી હતી. આ તાલીમમાં મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે સિધ્ધપુર તાલુકા પંચાયતના કલ્યાણા સીટના ડેલિકેટ શ્રી ભુપેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમના કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને ડેલિગેટશ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલાના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ. આ સાથે તાલીમમાં NRLM યોજના સિધ્ધપુર તાલુકા પંચાયત માંથી કનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બરોડા ગ્રામીણ સ્વ રોજગાર તાલીમ સંસ્થા પાટણમાંથી શ્રી મુકેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા જેમના દ્વારા સંસ્થાનો પરિચય આપી, સ્વરોજગારી શા માટે કરવી, સ્વરોજગારી દ્વારા માર્કેટ માટે સંસ્થા કઈ રીતે મદદરૂપ થઈ શકશે, તાલીમ દરમિયાન સંસ્થા શું મદદરૂપ થઈ શકશે, તાલીમમાં ઉપયોગી રો મટીરીયલ, તેમજ ઉત્પાદિત વસ્તુનું ક્યાં વેચાણ કરવું તે બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ વિસ્તારના જાગૃત અને એક્ટિવ ડેલિગેટશ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આ ઘરગથ્થુ અગરબતી બનાવટનીe તાલીમમાં કલ્યાણા ગામની ગૃહ ઉદ્યોગ કરવા માગતી સ્વ સહાય જૂથની બહેનોને તાલીમ પુર્ણ કર્યા બાદ સ્વરોજગારી મેળવવા માંગતી તમામ બહેનોને એમના દ્વારા ઉત્પાદિત થતી અગરબત્તીઓનુ રો મટીરીયલ, એનું માર્કેટીંગ, વેચાણ તેમજ સરકારશ્રી તરફથી મળતી તમામ પ્રકારની સહાય તથા બધી બહેનો એક જગ્યાએ ભેગી થઈને રોજગારી મેળવી શકે એ માટે જગ્યા ઉપલબ્ધ કરાવવા સહિત તમામ પ્રકારની મદદ કરવાની તાલીમાર્થી બહેનોને ખાત્રી આપી હતી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે આપણા વિસ્તારના લોકપ્રિય અને યશસ્વી ધારાસભ્યશ્રી તથા ગુજરાત સરકારના કેબિનેટ ઉઘોગ, શ્રમ રોજગાર, કુટીર ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહજી રાજપૂત સાહેબ આપણા વિસ્તારની વધુમાં વધુ બહેનો રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજિત તાલીમ લઈને આજીવિકા મેળવીને પગભર થઈ શકે એ બાબતે અંગત રસ લઈને સતત ભારપૂર્વક પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે માન.શ્રી બલવંતસિંહજી રાજપૂત સાહેબના અથાગ પ્રયત્નો થકી આપણને ઘર આંગણે બપોરના ભોજન સાથે તાલીમ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે તમામ તાલીમાર્થી બહેનો સમયસર હાજર રહીને સફળતા પુર્વક તાલીમ પુર્ણ કરી આર્થિક રીતે પગભર બનીને પોતાના પરિવારને મદદરૂપ બની રહે એવી શુભકામનાઓ પાઠવી હતી.

       આમ આ ઘરગથ્થુ અગરબત્તી બનાવટની તાલીમમાં કલ્યાણા ગામની ગ્રૂહ ઉઘોગ કરવા માગતી સ્વ સહાય જૂથની 35 બહેનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ અને આ તાલીમ 10 દિવસની એટલે કે તારીખ 20/6/2023 થી 29/6/2023 દરમિયાન આ તાલીમ કાર્યક્રમમાં તાલીમાર્થી બહેનોને તાલીમ આપીને પ્રશિક્ષિત કરવામાં આવશે.