અષાઢીબીજના દિવસની ભકિતા માહોલ સાથે ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.જગન્નાથ,રામાપીર અને દરિયાલાલ સહિતના ભગવાનો ભાવીકોના ઉત્સાહ અને ઢોલ નગરા સાથે નગરચર્યાએ નિકળતા આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. જિલ્લામાં કુલ 7 જગ્યાએ શાંતી પુર્વક રથયાત્રા યોજાઇ હતી.ધ્રાંગધ્રામાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા સંસ્કારધામ ગુરૂકુળ, રથયાત્રા સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાઢવામાં આવી હતી. ત્યારે ચેતનભાઈ ભટ્ટને ત્યા મોસાળથી ઢોલ નગારા બેન્ડ વિવિધ ફોલો સાથે મોટી સંખ્યામાં સંતો મહંતો આગેવાનો રામકૃષ્ણદાસ સ્વામી, શાસ્ત્રીસ્વામી, નારાયણસ્વામી, મહાવીરદાસજી, નિત્યપ્રકાશ સ્વામી સહિત મોટી સંખ્યામાં લોકો, આગેવાનો જોડાયા હતા. ઠેર ઠેર ઠેકાણે સ્વાગત કરવામાં આવતા હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન સાથે મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરતા જેવા મળ્યા હતા.પાટડીમાં શોભાયાત્રા દરબારી ચોક, પાંચહાટડી, ગણપતિ મંદિર, વિજય ચોક, મેઇન બજાર અને આંબલી બજાર થઇ પરત દરિયાલાલ મંદિરે આવી હતી. જેમાં વિવિધ ઝાંખીઓ, ધૂન અને ભજન મંડળીઓમાં લોહાણા સમાજના લોકો અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે જોડાયા હતા.આથી ઠેર ઠેર લોકો દ્વારા ઠંડા પીણા, છાશ અને શરબતનું આયોજન કરાયુ હતુ અને ફુલ અને હારતોરા સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયુ હતુ.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं