ડીસામાં ધારાસભ્યના લાઠીદાવ અને 35 ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસાના રિસાલા બજારમાં આવેલા નવા રામજી મંદિરેથી બપોરે અઢી વાગે ભગવાન જગન્નાથ ની આરતી બાદ રથયાત્રા નીકળી હતી. રાજ્યસભાના સંસદ દિનેશભાઈ અનાવાડીયા,ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સહિત રથયાત્રા સમિતિના સભ્યોના હસ્તે ભગવાન જગન્નાથ,ભ્રાતા બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.યાત્રા સાથે 35 થી વધુ ઝાંખીમાં ધાર્મિક સંસ્થાઓ,ભજન મંડળીઓ,આનંદ ગરબા,અખાડિયાનોના અંગ કસરતના દાવ અને હેરત અંગેજ ખેલ વગેરેએ આકર્ષણ જમાવ્યું હતું.
ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ લાઠીદાવ ખેલતા લોકો પણ અચરજમાં મુકાયા હતા.સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર શરબત, છાશ,નાસ્તા ઠંડા પાણીના સેવા કેમ્પનું આયોજન કરાયું હતું.યાત્રા નિર્ધારિત રૂટ રામજી મંદિર,રિસાલા ચોક,હીરા બજાર, એસ સી ડબ્લ્યુ હાઈસ્કૂલ,અંબિકા ચોક,લાયન્સ હોલ થઈ સાંઈબાબા મંદિર આગળ પહોંચતા ત્રણેય રથનું સ્વાગત અને મહાઆરતી કરાઈ હતી.ત્યારબાદ યાત્રા ફુવારા,લેખરાજ ચોક થઈ નિજ મંદિરે પહોંચી હતી. ડીસા ડીવાયએસપી ડો. કુશલ ઓઝા ના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.