જુનાગઢ મહાગરપાલિકાનાં વોર્ડ નંબર 2 નાં ખામધ્રોળરોડ વિસ્તારના યમુના સોસાયટીનાં રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી તોડ્યા બાદ નવા બનાવવામાં આવ્યા નથી અને ગટરના અને રસ્તાના કામ પૂરાં કરવામાં આવતા નથી જેને લઇને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને વૃદ્ધ વ્યક્તિઓને પણ ચાલવામાં ભારે તકલીફ પડી રહી છે અને અકસ્માત થવાની સંભાવના રહેલ છે ત્યારે મહિલાઓનું ટોળુ જુનાગઢ મહાનગપાલિકા કચેરીએ ઘસી આવ્યું હતું અને ઉગ્ર રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું..
બીજી તરફ નવનિયુક્ત ડેપ્યુટી કમિશનર દ્વારા તંત્રનો ઢાંકપિછોડો કરવાના ઉદ્દેશથી મીડ્યા કર્મીઓને સાથે જતા અટકાવ્યા હતા અને એવું પણ જણાવ્યુ હતું કે આ તમારા ઘરનો પ્રશ્ન નથી ...
જો કે સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે તે ગંભીર બાબત છે અને જે તે શાખા અધિકારીને ત્યાં સ્થળ પર મુલાકાત કરવા સૂચના આપવામાં આવશે અને સમસ્યાનું નિવારણ વહેલી તકે કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતુ.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ