માંગરોળ, માંગરોળ પોલીસ વિભાગ દ્રારા શાન્તિ સમીતિ ની મિટિંગ યોજાય, આષાઢી બીજ અને આગામી બકરી ઈદ નિમિત્તે પોલીસ વિભાગ દ્રારા શાન્તિ સમીતિ ની મિટિંગ યોજાય હતી, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોએ હાજરી આપી હતી, આ પ્રસંગે પી એસ આઈ સોલંકી મેડમે શહેરના ભાઈચારા ની પ્રસંશા કરી આગામી દિવસોમાં પણ ભાઈચારો વઘુ મજબૂત બને તેવા પ્રયાસ કરવા જણાવ્યું, જ્યારે પી આઈ સાટી એ હિન્દુ મુસ્લિમ આગેવાનોએ એક બીજા ના ધાર્મિક ઉત્સવ યાત્રા કે જુલુસ ના સ્વાગત કરવા અને સરબત પાણી પીવડાવી હિન્દુ મુસ્લિમ એકતા જાણવવા અપીલ કરી હતી, ઉપરાંત પી આઈ સાટી એ માર્મિક ટકોર કરી સ્થાનિક રાજકીય નેતાઓને સત્તામાં ભાગીદાર બનો છો તેમ હિન્દુ મુસ્લિમ સમાજની એકતા મા ભાગીદાર બની રહેવામા અપીલ કરી હતી, આ પ્રસંગે ડી વાય એસ પી કોડીયાતરે બંન્ને સમાજના લોકો એક બીજા સાથે મળી ઉત્સવ ઉજવે તેવી અપીલ કરી હતી અને યુવાનોને સોશિયલ મિડિયામાં કોઈ પણ આફવા ફેલાવા કે કોઈપણ ધાર્મિક લાગણી દુભાવતા મેસેજ ના કરવા અનુરોધ કર્યો હતો અને સોશિયલ મીડીયા પર પોલીસ ની બાજ નજર છે તેથી યુવાનો ચેતે તેમ જણાવ્યું હતું, આ પ્રસંગે ડી વાય એસ પી કોડીયાતર, પી આઈ સાટી, પી એસ આઈ સોલંકી મેડમ, પી એસ આઈ સમીર મધરા, ચોરવાડ, માળીયા, શીલના પી એસ આઈ ,ઓ હાજર રહ્યા હતા, આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ આગેવાનો એ હાજરી આપી હતી,
રીપોર્ટ સોએબ હાજીબા માંગરોળ