જાફરાબાદ શહેરમાં ગણેશ ઉત્સવનો ઉમંગભેર ધામધૂમથી ઠેર-ઠેર સ્થાપના જાહેર સ્થળો ઉપરાંત રહેણાંક મકાનો, ગણપતિની સ્થાપના

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આજથી ઉત્સવભેર ગણેશોત્સવ નો પ્રારંભ આખા દેશમાં ગણેશ ચતુર્થી ની ધામધૂમથી ઉજવણી ૨, વર્ષ કોરોનાનો કપરો કાળ પસાર થયા બાદ આ ચાલું વર્ષે ગણેશોત્સવ થશે આસ્થા ભેર ધામધૂમથી ગણેશ ચતુર્થી ની ઉજવણી વિધ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ બાપ્પા ની સ્થાપના લોકો પોતા પોતાના ઘરમાં સ્થાપના કરેછે. આજથી બાપ્પાની પૂજા અર્ચના શરૂ થઈ જાય છે. દેશ ભરના વિવિધ મંદિરોમાં વિધ્નહર્તા બાપ્પાની પૂજા અર્ચના કરવા માટે ભક્તો ની ભારે ભીડ આટલું જ નહીં આ ઉત્સવ પર લોકો એ બાપ્પાના સુંદર અને અનોખાં પંડાલ પણ બનાવડાવ્યા છે. જે આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે. ૨ , વર્ષ પ્રતિબંધ પછી ફરી લોકો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષ ગણેશોત્સવ ના રૂપમાં પણ જાણીતો છે. આ શુભ ૧૦ દિવસીય ચતુર્થી તિથિથી શરૂ થાય છે. અને અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે. જ્ઞાન અને સૌ ભાગ્યના દેવતા ભગવાન ગણેશના ભક્ત ભાદ્રપદ માહના શુક્લ પક્ષ દરમિયાન તેમનો જન્મ મનાવે છે. તેમજ ઘર ઘરમાં પણ ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણેશોત્સવ ને લઈને જબ્બરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ પૂજા આરાધના આરતી વિધ્નહર્તા ગણપતિ બાપ્પાની ઠેર ઠેર ધામધૂમથી પૂર્વથી ઉજવણી કરવામાં આવી રહી છે.