પાટડીનો શખ્સ ચોરાયેલી રીક્ષા સાથે ઝડપાયો હતો. જેમાં પાટડી પોલીસે રૂ. 50,000ની કિંમતની રીક્ષા સાથે પાટડી બાજપાઇનગરના આરોપીને દબોચી લીધો હતો. વધુમાં આ આરોપી અગાઉ ત્રણ બાઇક ચોરીમાં પણ સંડોવાયેલો હોવાનું ખુલ્યું હતુ.પાટડી પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરા સહિતના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમીના આધારે પાટડી બાજપાઇનગરમાં અચાનક દરોડો પાડી ચોરાયેલી રીક્ષા સાથે આરોપી શાહરૂખ યુનુશભાઇ મુલ્તાની (પીંજારા)ને રૂ. 50,000ની કિંમતની સરખેજ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલી રીક્ષા સાથે ફુલકી પાટડી રોડ પરથી ઝડપી પાડ્યો હતો.વધુમાં પોલીસ તપાસમાં આ આરોપી શાહરૂખ યુનુશભાઇ મુલ્તાની (પીંજારા)એ બોટાદથી બે મોટરસાયકલ અને ગાંધીનગરથી એક મોટરસાયકલ મળી કુલ ત્રણ મોટરસાયકલ અને સરખેજ વિસ્તારમાંથી એક સીએનજી રીક્ષા ચોરી હોવાનું સામે આવ્યું હતુ. પાટડી પોલીસના આ દરોડામાં પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરા, કુલદીપસિંહ ઝાલા, સુખદેવસિંહ ઝાલા, લીલાભાઇ ગોયલ અને અજમલભાઇ ખાંભલા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.