કામરેજના દલપત રામા ભવન ખાતે સુરત જિલ્લા ભાજપ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ હાજર રહી યુવાનોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારી રૂપ ભાજપ દ્વારા કવાયત હાથ ધરી સંમેલનની શરૂઆત કરી દેવામાં આવી છે,યુવા સંગઠન સહિતનું અન્ય સંગઠન વધુ મજબૂત થાય તે દિશામાં હાલ કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે સુરત જિલ્લાના કામરેજ ચારરસ્તા નજીક આવેલ દલપત રામા ભવન ખાતે ભાજપ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ હાજર રહ્યા હતા.ભાજપના કાર્યકરો બુથ સુધી પહોંચી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળી રહે માટે લોક સંપર્ક કરે તેવી અપીલ કરી હતી.યુવા સંમેલનમાં યુવાનોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.ભાજપના આયોજિત યુવા સંમેલન કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભરતભાઇ રાઠોડ,જિલ્લા ભાજપના મહામંત્રી યોગેશ પટેલ,જિલ્લા યુવા મોરચાના પ્રમુખ જુબીન પટેલ,મંત્રી કેયુર પરમાર,દિવ્યેશ પટેલ (નવાગામ) સહિતના હોદ્દેદારો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.