ધ્રાંગધ્રાના જેસડા ગામેથી બે દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની લાશ હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે વહેલી સવારે મળી આવી હતી. જેને પગલે ચકચાર મચી જવા પામી છે.આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલા ( ઉંમર વર્ષ- 45 ) ગત તારીખ 17ના રોજ બપોરના ત્રણેક વાગ્યે ગુમ થયા હોવાની ધ્રાંગધ્રા પોલીસ મથકે જાણવા જોગ અરજી કરવામાં આવી હતી. સાથે જ પરિવારજનો દ્વારા અનિરુદ્ધસિંહની શોધખોળ પણ કરવામાં આવી રહી હતી. તેવામાં આજે વહેલી સવારે હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ યુવાનની લાશ મળી આવી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાન આવતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.હળવદ પોલીસની પ્રાથમિક તપાસમાં મળી આવેલો મૃતદેહ ધ્રાંગધ્રાના જેસડા ગામના અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલાની હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અને મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કર્યા બાદ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নিজ সমষ্টিৰ ৰাইজৰ ৰোষত ডুমডুমাৰ বিধায়ক ৰূপেশ গোৱালা।
নিজ সমষ্টিৰ ৰাইজৰ ৰোষত বিধায়ক ৰূপেশ গোৱালা।
*নিজ সমষ্টিতে ৰাইজৰ ৰোষত পৰিল...
SL vs BAN World Cup 2023: Arun Jaitley Stadium में पेसर या स्पिनर्स किसका है दबदबा? Pitch Report
SL vs BAN World Cup 2023: Arun Jaitley Stadium में पेसर या स्पिनर्स किसका है दबदबा? Pitch Report
ગરબાડા તાલુકામાં આજે 15 મીમી વરસાદ વરસ્યો.
ગરબાડા તાલુકામાં આજે 15 મીમી વરસાદ વરસ્યો.
সোণাৰিৰ বৰহাটত উৎকোচ লৈ আটক হ'ল লাট মণ্ডল হৰিপ্ৰসাদ দাস
সোণাৰিৰ বৰহাটত উৎকোচ লৈ আটক হ'ল লাট মণ্ডল হৰিপ্ৰসাদ দাস।
সোণাৰিৰ বৰহাটত দুৰ্নীতি নিবাৰক শাখাই...
યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે હજારોની સંખ્યામાં માઈ ભક્તો મહાકાળી માતાજીના દર્શને ઉમટ્યા.#halol
યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે હજારોની સંખ્યામાં માઈ ભક્તો મહાકાળી માતાજીના દર્શને ઉમટ્યા.