સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાંથી રથયાત્રાના તહેવાર નિમિત્તે સઘન પોલીસ પેટ્રોલિંગ યોજાયું હતુ. જેમાં સુરેન્દ્રનગર એસ.પી., ધ્રાંગધ્રા ડીવાયએસપી, ધ્રાંગધ્રા સીટી અને તાલુકા પોલીસ મથકના પીઆઇ અને પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. જેમાં આગામી રથયાત્રાનો તહેવાર શાંતિમય વાતાવરણમાં તેમજ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ.ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તારીખ 20મી જૂને રથયાત્રાનો તહેવાર હોઇ જે નિમિત્તે ધ્રાંગધ્રા જડેશ્વર સોસાયટીમાં રહેતા ચેતનભાઇ જે.ભટ્ટના ઘરેથી મોસાળુ કરીને રથયાત્રા નિકળવાની હોવાથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત, ધ્રાંગધ્રા ડીવીઝન નાયબ પોલીસ વડા જે.ડી.પુરોહિતની અધ્યક્ષતામાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ.ધ્રાંગધ્રામાં યોજાયેલા આ પોલીસ ફુટ પેટ્રોલિંગમાં સુરેન્દ્રનગરના એસ.પી.હરેશ દૂધાત, ધ્રાંગધ્રાના ડીવાયએસપી જે.ડી.પુરોહિત, એલસીબી પી.આઇ. વી.વી.ત્રિવેદી, ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પી.આઇ. જે.એસ.ઝાંબરે, ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીઆઇ યુ.એલ.વાઘેલા, પીએસઆઇ બી.કે.મારૂડા તથા પીએસઆઇ વસાવા તથા ધ્રાંગધ્રા સીટી તેમજ તાલુકા પોલીસ મથકના સંયુક્ત પોલીસ કર્મચારીઓ દ્વારા ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતુ.જેમાં ધ્રાંગધ્રાના હળવદ રોડ, રોકડીયા સર્કલ, ફુલેશ્વર મંદિર, રાજકમલ ચોક, બામ્ભા શેરી, નવયુગ સિનેમા, શક્તિગેટ મંદિર અને જુમ્મા મસ્જીદ સહિતના વિવિધ વિસ્તારોમાંથી ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં આગામી રથયાત્રાનો તહેવાર શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય તેમજ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ.