આમ આદમી પાર્ટીના જિલ્લાના પૂર્વ મહામંત્રીએ આપ્યું રાજીનામું .

આવતીકાલે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે..

બનાસકાંઠા જિલ્લામાં રાજકારણ ગરમાયું હોય તેવું જોવા મળી રહી છે ડીસા શહેરમાં ડીસાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ આવતીકાલે એપીએમસી માર્કેટ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે ગોવાભાઈ દેસાઈના સમર્થનમાં કોંગ્રેસના આગેવાનો સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા પણ ટપોટપ રાજીનામા ધરી દીધા છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું મન બનાવી લીધું છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના આમ આદમી પાર્ટીના પૂર્વ મહામંત્રી વિનોદભાઈ જોશી ઉર્ફે વી એમ જોષીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી આવતીકાલે ભાજપમાં જોડાવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે રાજીનામું આપતા સમયે આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા મહામંત્રી વિનોદભાઈ જોશીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં તેઓની સતત અવગણના કરવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટીનું નવું સંગઠન બન્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા તેઓને કોઈપણ કાર્યક્રમમાં ઇન્વાઇટ કરતા ના હોય તેમ જ લોકોના કામો કરવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ સાબિત થઈ હોય જેથી લોકોના કામ કરવા અને સેવાકીય કામગીરી કરવા માટે તેઓએ વિધિવત રીતે ભાજપમાં જોડાવા માટેનું મન બનાવી લીધું છે અને આવતીકાલે ડીસા એપીએમસી માર્કેટ ખાતે આવી રહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ગોવાભાઈ દેસાઈના સમર્થનમાં ભાજપમાં જોડાશે

અહેવાલ અમૃત માળી ડીસા