ભાવનગરમાં બિપરજોય વાવાઝોડાની અસર સામે વરસાદ અને ભારે પવન ફૂકાવાને લીધે પક્ષીઓને અસર થઈ હતી ત્યારે ભાવનગરની રાજહંસ નેચર કલબ દ્વારા અંદાજીત 50 થી વધુ પક્ષીઓ અને ખિસકોલી ના બચ્ચાના જીવ બચાવવામાં આવ્યા હતા.
બિપરજોય વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં પોતાની અસર દેખાડી છે ત્યારે ભાવનગર શહેરમાં પણ પવનની ઝડપ જોવા મળી હતી જેમાં પવન સાથે વરસાદ આવતા ૩ દિવસમાં અનેક પક્ષીઓ પ્રભાવીત થયા હતા.
જેમાં કબૂતર, દરજીડો, બુલબુલ, ચકલી, કાબર, ટીટોડી, કાંકણસાર, નવરંગ સહિતના ૫૦ થી વધુ પક્ષીઓના બચાવ કાર્ય કરવામાં આવ્યા હતા સાથે ખીસકોલીના બચ્ચાને પણ બચાવ કરી સુરક્ષિત કરવામાં આવ્યા હતાં
જેમાં સ્વસ્થ થતાં ફરી પક્ષીઓને કુદરતમાં મુક્ત કરવામાં આવ્યા હતાં. સંપુર્ણ બચાવ કાર્ય વન વિભાગ ભાવનગરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. સંપુર્ણ કામગીરી સંસ્થાના સભ્યો દ્વારા નિસ્વાર્થ ભાવે કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આવી કુદરતી આફતને પહોંચી વળવા તેમજ ૩૬૫ દિવસ ઘાયલ પક્ષી સારવાર ટીમમાં જોડાવા ભાવનગર શહેરની જનતાને અનુરોધ છે