આજ રોજ જાહેર થયેલા JEE એડવાન્સના પરીણામ સ્વરૂપે શ્રી વસિષ્ઠ વિદ્યાલય વાવનાં તેજસ્વી વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને સુરત જિલ્લા સહિત શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.જેમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થી રાઠોડ ક્રિશ દીપકકુમારે AIR.44 મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.તેમજ અણઘણ ઓમે AIR. 454,કાછડીયા ઋત્વિકે AIR.834,મૈસૂરિયા મહેકે AIR 851ચૌધરી ક્રિષ્નાકુમારીએ AIR. 946,વેકરીયા પ્રીતે AIR. 953 અને ચૌધરી મેશ્વાકુમારીએ AIR. 1000 રેન્ક પ્રાપ્ત કર્યો છે.શાળાના સાત વિદ્યાર્થીઓએ ટોપ 1000 માં પોતાનું સ્થાન પાકું કર્યું છે.જ્યારે 15 વિદ્યાર્થીઓએ ટોપ 2000 માં સ્થાન મેળવ્યું છે.શાળામાં કુલ 46 વિદ્યાર્થીઓ JEEની તૈયારી કરતા હતા જેમાંથી 20 વિદ્યાર્થીઓ ક્વોલિફાઇ થઈને IIT માં પોતાનું સ્થાન પાકું કર્યું છે.શાળા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. વસિષ્ઠ વિદ્યાલય વાવનાં વિદ્યાર્થીઓ હંમેશા પોતાના ઉત્તમ પરીણામથી સુરત શહેર અને જિલ્લાને ગૌરવ અપાવતાં રહ્યાં છે.જે પરંપરા સાંપ્રત વર્ષે પણ જળવાઈ રહી.શાળાનું કાર્ય વિદ્યાર્થીઓ જ્યાં સુધી સ્કૂલે હોય ત્યાં સુધી સીમિત નથી હોતું.પરંતુ તે પોતાના ધારેલા લક્ષ્યને પામે ત્યાં સુધી તેની પડખે ઉભા રહીને જે તે વિદ્યાર્થીને સપોર્ટ આપવાનું,માર્ગદર્શન આપવાનું અને હૂંફ આપવાનું હોય છે. વસિષ્ઠ પોતાની આ ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે તેનું સાક્ષી છે જેનો બોલતો પુરાવો ઉત્કૃષ્ટ પરિણામ દ્વારા મળી રહે છે.સામાન્ય પરીવારમાંથી આવતા સફળ થયેલા વિદ્યાર્થીઓએ પોતાની અથાગ મહેનત વડે સિદ્ધી પ્રાપ્ત કરી તે બાબત ખૂબ જ સરાહનીય છે. ઉત્તમ પરીણામ પ્રાપ્ત કરવા બદલ શાળાના ચેરમેન રમણીકભાઈ ડાવરીયા, ડાયરેકટર વિજયભાઇ ડાવરીયા,રવિભાઈ ડાવરીયા,એજયુકેશનલ એડવાઇઝર ડૉ. પરેશભાઇ સવાણી તેમજ શાળાના આચાર્ય મેહુલભાઇ વાડદોરીયાએ વિદ્યાર્થીઓ,વાલીઓ અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं