રોડ રસ્તાઓ અને માર્ગ વચ્ચે ધરાશાઈ થયેલા વૃક્ષો અને વિજપોલો ને હટાવવા ની કામગીરી કરતા અંબાજી પોલીસ જવાનો, તેજ પવન અને ભારી વરસાદ મા પોલીસ જવાનોએ લોકો ને રાહત આપી

બિપરજોય વાવાઝોડા ના કારણે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે બિપરજોય વાવાઝોડા ના લીધે ગુજરાતમાં આફત પણ સર્જાય છે. લોકો ને આ વાવાઝોડામાં આર્થિક નુકસાન પણ સર્જાયું છે. પોતાના કાચા મકાનો દુકાનો પતરાવાળા શેડો આ વાવાઝોડામાં તૂટી ભાગ્યા છે. તો બીજી તરફ ગુજરાત સરકાર એક્શન મોડમાં છે અને ગુજરાતમાં અસરગ્રસ્ત લોકોના મદદ માટે અનેક ટીમો બનાવી છે. લોકોને સ્થાનાંતરિત સહિત લોકોના જમવા રહેવા જેવી અનેક સુવિધાઓ પણ સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં સતત ચાર પાંચ દિવસથી તેજ પવનો અને ભારે વરસાદ વરસી રહ્યો છે.

બિપરજોય વાવાઝોડા ના લીધે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સતત ચોથા દિવસે પણ તેજ પવન અને ભારી વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ તેજ પવનો અને ભારે વરસાદ ના લીધે જનજીવન પ્રભાવિત થઈ રહ્યો છે. તો દાંતા તાલુકામાં તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને નદીના કાંઠે રહેતા લોકો ને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં પણ આવી રહ્યા છે .તો સાથે સાથે લોકોને બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા ભારે વરસાદ માં તકેદારીના ભાગરૂપે સાચવતી રાખવા લોકો થી અપીલ પણ કરવામાં આવી રહી છે.

 યાત્રાધામ અંબાજી માં ભારે વરસાદ અને તેજ પવન ના લીધે કેટલાય વૃક્ષો ધરાશાઈ થયા છે તો કેટલાય વીજ પોલો પણ ધરાશય થયા છે તો સાતે સાતે લોકોના કાચા મકાનો પણ તેજ પવન અને ભારે વરસાદના લીધે પડી ગયા છે. ત્યારે અંબાજી પોલીસ દ્વારા સતત અંબાજી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે તો સાથે સાથે રોડ રસ્તાઓ અને માર્ગો વચ્ચે પડેલા વૃક્ષો અને વિજ પોલો ને હટાવવાની કામગીરી પણ અંબાજી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે રોડ વચ્ચે ધરાસાઈ થતાં વૃક્ષો અને વિજપોલો ના લીધે લોકો અને વાહનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે અંબાજી પોલીસના પોલીસ જવાનો દ્વારા તેમને હટાવવા ની સુંદર કામગીરી પણ કરવામાં આવી રહી છે. વાવાઝોડામાં તેજ પવન અને ભારે વરસાદમાં અંબાજી પોલીસ ખડે પગે જોવા મળી રહી છે ત્યારે તેમને દ્વારા રસ્તામાં પડેલા વૃક્ષો અને વિજપોલો જે માર્ગ વચ્ચે અવરોધ બન્યા છે તેમને હટાવવાની સુંદર કામગીરી પણ અંબાજી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.