કડી પંથકમાં શનિવારે સવારથી કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા અને ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદનું જોર જોવા મળ્યું હતું. પવન સાથે કડી પંથકમાં વરસાદ પડ્યો હતો. જેમાં અનેક જગ્યાએ નુકસાની જોવા મળી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બિપરજોય વાવાઝોડાની નહિવત અસર હવે ગુજરાતમાં જોવા મળી રહી છે. કડી પંથકમાં શુક્રવાર અને શનિવાર બે દિવસ દરમિયાન એક ઇંચથી વધારે વરસાદ પવન સાથે ખાબક્યો હતો. શનિવાર દિવસ દરમિયાન સવારથી વરસાદ સામાન્ય જોવા મળ્યો હતો. જ્યાં કડી તાલુકાના બે ગામો માથાસુર અને અલદેશનમાં માટીના કાચા મકાનો ધરાશાયી થયા હતા અને લક્ષ્મીપુરા ગામે તબેલાનો શેડ હવામા ઉડ્યો હતો. ગામની અંદર રહેલા વખળાનું ઝાડ ધરાશાયી થયું હતું. વડપુરા ગામે પણ વૃક્ષો ધરાશાયી થયા હોય તેવી ઘટનાઓ સામે આવી હતી.