સૌરાષ્ટ્રનો સૌથી મોટો સુરેન્દ્રનગર જિલ્લા નો થાન સિરામિક ઝોન 70 કલાક થી લાઈટ વગરનો પડ્યો છે, સુરેન્દ્રનગર સિરામિક ઉદ્યોગકારો એ વીજ પાવર ચાલુ કરવાની માંગ કરી હતી, અને વાવાઝાડુ શમી ગયું ક્યારે પાવર આપશો ? અંગેની તંત્રને ઉગ્ર રજૂઆતો કરી હતી..
જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાન સીરામીક ઉદ્યોગ એસોસિયન મંડળે ઉગ્ર માંગ કરી હતી, અને થાનગઢ પંચાળ સીરામિક ઉદ્યોગકારોએ pgvcl ની ઓફિસે નાયબ ઈજનેર ને લેખિત આવેદનપત્ર આપ્યું હતુ, અને જલ્દીથી વિજ પુરવઠા ચાલુ કરવાની માંગ કરી હતી..
સીરામિક ઉદ્યોગના પ્રમુખે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમે બહુ સહન કર્યું પૂરતો પુરાવઠો આપો, નહીંતર ઉગ્ર આંદોલન કરીશું, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ Pgvcl ની ઓફિસે ઉમટ્યા હતા, અને Pgcvl ના અધિકારી રાવલ તાત્કાલિક વેપારી મંડળની બેઠકમા દોડી આવ્યા હતા..