ધી. સુરત ડિસ્ટ્રીક કોપરેટિવ બેંકના સ્થાપના વર્ષની ઉજવણી વલવાડા ખાતે બેંકના ડિરેક્ટર બાલુભાઈની ઉપસ્થિત વચ્ચે કરાઈ હતી. બેંકની સ્થાપના વર્ષ190માં થઈ હતી.જેના 111 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી કરતા મહુવા તાલુકામા હાલ કાર્યરત કુલ 7બ્રાન્ચમાં સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી મહુવા તાલુકામાં હાલ 7 બ્રાન્ચ કાર્યરત છે જ્યારે ટૂંક જ સમયમાં ઝેરવાવરા ગામે નવી બ્રાન્ચ શરૂ કરવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે હાલ સુરત ડિસ્ટ્રીક બેન્કના સ્થાપના વર્ષના 111માં વર્ષ કુલ111 જેટલી બ્રાન્ચમાં સ્થાપના વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડિરેકટર બાલુભાઈએ જણાવ્યું હતું કે હજુ અન્ય પાંચ જેટલી શાખાઓનો પણ સમાવેશ થાય છે અને ડિસ્ટ્રીક બેન્ક ખેડૂતો તેમજ પશુપાક માટે આશીર્વાદ રૂપ બેન્ક હોવાનું જણાવ્યું હતું.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं