વાવાઝોડાએ તબાહી સર્જી: ડીસા તાલુકામાં અંદાજિત 100થી વધુ ઘર, તબેલા અને કોલ્ડ સ્ટોરેજના પતરા ઉડ્યા; અનેક પરિવારોની છત છીનવાતા હાલત કફોડી બની

ડીસા પંથકમાં વાવાઝોડા અને વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું હોવાની ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને ડીસા તાલુકાના વરનોડા, બાઈવાડા, કંસારી, જુનાડીસા અને આસેડા ગામમાં અનેક ઘર અને તબેલાના પતરા ઉડી ગયા છે. રાત્રે ભારે વાવાઝોડાના કારણે લોકોના ઘરના પતરા અને નેવા ઉડીને ફંગોળાઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે ડીસા થરાદ રોડ પર આવેલા જય વડવાળા કોલ્ડ સ્ટોરેજના પતરા પણ ભારે પવનના કારણે 100 ફૂટ દૂર પડ્યા હતા. જેના કારણે કુલ સ્ટોરેજના માલિકને અંદાજિત છથી સાત લાખ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.