થરાદમાં ભારે પવન સાથે વરસાદ: હાઇવે, બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા, 80 લોકોએ શાળામાં આશ્રય લીધો, અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી
'બિપરજોય' વાવાઝોડાને કારણે ગુજરાતભરમા તોફાન અને વરસાદનો માહોલ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે પણ છેલ્લા બે ત્રણ દિવસથી ઓછા-વતા પ્રમાણમા વરસાદ વરસી રહ્યો છે. ગત રાત્રીએ વાતાવરણમાં અચાનક પલટો આવતાં પવનની ગતિ વધી ગઈ હતી. 100 કિમીની ઝડપે પવન ફુંકાતા અને વરસાદ વધી જતાં લોકો મૂશ્કેલીમા મુકાયા હતા. આ વરસાદી તોફાનને કારણે કેટલીક દુકાનોના શેડના પતરાઓ ઉડી ગયા હતા. તેમજ બે વીજપોલ, ટેલીફોન પોલ પણ તુટી પડ્યા હતા.