DEESA // ડીસા માં દિગ્ગજ કોંગ્રેસી નેતા ગોવાભાઇ રબારીએ કોંગ્રેસ માંથી આપ્યું રાજીનામું..

ગુજરાત કોંગ્રેસ ના દિગ્ગજ નેતા અને બનાસકાંઠાના ડીસા તેમજ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારીએ કોંગ્રેસ માંથી પોતાનું રાજીનામું આપી દીધું છે, ગોવાભાઇ રબારીએ કોંગ્રેસ ની કથળતી જતી હાલતના કારણે વિસ્તારના લોકોના કામકાજ સંતોષ પૂર્વક રીતે કરી શકાતા ન હોવાથી કોંગ્રેસ માંથી રાજીનામું આપવાનું કારણ જણાવ્યું છે, જોકે તેમના સમર્થનમાં આઠ જેટલા અન્ય હોદ્દેદારોએ પણ રાજીનામાં આપતા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે..

છેલ્લા 35 થી વધુ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા દિગ્ગજ આગેવાન તેમજ બનાસકાંઠા ના ડીસા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ઉપરાંત ડીસા માર્કેટયાર્ડ, ખેતી બેંક સહિત વિવિધ સહકારી વિભાગો સાથે જોડાયેલા ગોવાભાઇ રબારીએ આજે કોંગ્રેસ ને અલવિદા કહી દીધું છે, ગોવાભાઇ રબારી છેલ્લા કેટલાય દિવસો થી ભાજપ માં જોડાવાની અટકળો ચાલી રહી હતી, તેમજ હવે તેઓ ભાજપ માં જોડાવાનો નિર્ણય કરી ચૂક્યા છે, ત્યારે આજે તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર ને પોતાનું રાજીનામાનું પત્ર સુપ્રત કર્યો હતો..

રાજીનામા પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 35 થી વધુ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમય થી ગુજરાતમાં કોંગ્રેસની હાલત કથળતી જતી હોવાથી વિસ્તાર ના લોકોના કામ સંતોષ પૂર્વક રીતે થઈ શકતા નથી, તેથી કોંગ્રેસ ના પ્રાથમિક સભ્ય પદેથી તેમજ કોંગ્રેસમાં મારા વિવિધ હોદ્દા પર થી રાજીનામું આપું છું..

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવાભાઇ રબારીએ ભાજપ માં જોડાવાનો નિર્ણય કર્યો હોવાથી પોતાનું રાજીનામું આપ્યું છે, તેમજ આગામી ટૂંક જ સમયમાં તેઓ ડીસા ખાતે મોટી સંખ્યામાં કાર્યકરોની સાથે ભાજપના અગ્રણી નેતાઓ ની હાજરીમાં ભાજપ નો કેસરિયો કેસ ધારણ કરશે તે નક્કી છે..

અન્ય આઠ કોંગ્રેસી કાર્યકરોએ રાજીનામા આપ્યા..

1. રમેશસિંહ વાઘેલા

2. શૈલેષ વ્યાસ

3. પાંચાબાઈ રબારી

4. નરસિંહ કાલોર

5. જગમાલભાઈ હમીરભાઈ રબારી

6. શિવાભાઈ ગલચોર

7. અંકિત જોશી

8. જીતુસિંહ વાઘેલા​​​​​​​