મોટી ઘરનાળ ગામે ઘરના પતરા ઉડતા ખેડૂતોને નુક્સાન....
બનાસકાંઠા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. ત્યારે ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામે શનિવારની વહેલી સવારે બિપોરજોય વાવાઝોડાને પગલે જોરદાર પવન ફૂંકાયો હતો. ભારે વાવાઝોડાની અસરથી ખેતરમાં ઘર પતરા હવામાં ઉડીને જમીન તરફ નીચે પડ્યા હતા. સિમેન્ટના પતરા 15 જેટલા પતરા હવામાં ઉડીને જમીન તરફ નીચે પડ્યા હતા ખેડૂતને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે વાવાઝોડાના પગલે ઠેર ઠેર થઈ રહેલા નુકશાનના કારણે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો ભયભીત બન્યા છે.....