સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડાના કારણે ભારે ભવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે આ વરસાદી વાતાવરણ વચ્ચે કોઈપણ પ્રકારની મોટી દુર્ઘટના ન સર્જાય અને જે ખુલ્લી જગ્યાઓમાં વસવાટ કરી રહ્યા છે તેમને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે અને કોઈ પણ પ્રકારે જાનહાની ન સમજાય તેવા પ્રયાસો સુરેન્દ્રનગર જિલ્લા ભાજપની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ખાસ કરીને ખુલ્લા વિસ્તારોમાં વસવાટ કરતાં લોકો ની વિગતો પ્રાપ્ત કરી અને જિલ્લા ભાજપના હોદ્દેદારોની ટીમ ત્યાં દોડી જોઈ અને ખુલ્લી જગ્યામાં અને ઝુપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે ખાસ કરીને પાટડીના છેવાડાના વિસ્તારોમાં ભારે ભવન અને ચાલુ વરસાદમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ તથા સ્થાનિક હોદ્દેદારોની ટીમો પાટડીના છેવાડાના વિસ્તારોમાં રવાના કરાવી અને ત્યારબાદ ઝૂંપડપટ્ટી તેમજ ખુલ્લા વિસ્તારોમાં સામિયાળા બાંધી અને વસવાટ કરતા લોકોને સલામત સ્થળે ખસેડી અને ત્યાં તેમને રહેવા જમવા સહિતની વ્યવસ્થા જિલ્લા ભાજપની ટીમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.આ ઉપરાંત ચોટીલા વિસ્તારમાં પણ ખુલ્લી જગ્યામાં વસવાટ કરતા લોકોને સલામત સ્થળે લઈ જઈ અને વરસાદી વાતાવરણ વચ્ચે રહેવા અને જમવાની સુવિધાઓ ઉપલબ્ધ જિલ્લા ભાજપની ટીમ દ્વારા કરવામાં આવી છે અને અંદાજિત 100 થી વધુ લોકોને સલામત સ્થળે રેસ્ક્યુ કરી અને કોઈ જાનહાની ન થાય તેવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ચોટીલા વિસ્તારમાં પણ અલગ અલગ જગ્યાઓ ઉપરથી ખુલ્લી જગ્યામાં વસવાટ કરતા લોકોને રહેવા જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના વઢવાણ રોડ ઉપર આવેલી હોટલ નજીક ખુલ્લી વિસ્તારોમાં વસવાટ કરતા પરિવારજનોના સભ્ય નાના બાળકોને પણ આશ્રય ઘર માં આશરો અપાવી અને ત્યાં પણ રહેવા જમવા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે વરસાદ અને વાવાઝોડા અને ભારે પવનના કારણે જિલ્લામાં કોઈ જાનહાની ન થાય તે માટે સ્થાનિક લેવલે ભાજપની અલગ અલગ ટીમો પણ કામે લાગી છે અને આ મામલે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.