દાંતીવાડા માં બિપોરજોય વાવાઝોડાથી પડી ગયેલા વૃક્ષને જેસીબીની મદદથી હટાવાયુ..

દાંતીવાડા મામલતદાર કચેરી અને વન વિભાગની ટીમ એલર્ટ મોડમાં કરી રહી છે કામ..

બિપોરજોય વાવાઝોડાના પગલે બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ અને વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. જેના કારણે રોડ રસ્તા પર વૃક્ષો પડવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. વૃક્ષો પડવાથી વાહન વ્યવહારને અસર ન થાય અને અકસ્માત જેવી ઘટનાઓ ટાળવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રએ સતર્કતાથી પગલાં લીધાં છે. જેના કારણે વાવાઝોડા દરમિયાન પડી ગયેલા વૃક્ષો હટાવવા ટીમો બનાવવામાં આવી છે..       

જે ટીમો વૃક્ષો પડવાની માહિતી મળતાં જ સત્વરે સ્થળ પર પહોંચી વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવે છે. જિલ્લામાં બનાસકાંઠા વન વિભાગ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને ઉત્કૃષ્ટ કામગીરી બિપોરજોય વાવાઝોડા સમયે કરી રહ્યા છે..

દાંતીવાડા વી ગેટ પાસે એક વૃક્ષ પડ્યું હોવાની માહિતી મામલતદાર કચેરીએ મળતાં તરત ટીમને મોકલવામાં આવી હતી. તેમજ વન વિભાગને પણ આ અંગે જાણ કરી કોલ મળ્યાના પંદરેક મિનિટમાં પડી ગયેલા વૃક્ષને જેસીબીની મદદથી હટાવી રસ્તો સાફ કરવામાં આવ્યો હતો..

જિલ્લા વહિવટતંત્ર અને વન વિભાગની ટીમો જિલ્લામાં સક્રિય બની વાવાઝોડા સામે એલર્ટ મોડમાં કામ કરી રહી છે.