ઉના ના ગરાળ ગામે તીન પત્તીનો જુગાર રમતા આઠ જુગારીઓ ને રોકડ રકમ સાથે સર્વેન્સ સ્કોડે ઝડપી લીધા..

પાયલ બાંભણિયા (ગીર સોમનાથ)

ઉનાના ગરાળ ગામે હનુમાન મંદિર આગળ જાહેરમાં તીન પતી નો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી, જેમાં સ્થળ પર થી આઠ જુગારીઓ ને ૧. હમીરભાઇ કરસનભાઈ ભાલીયા, ભાણાભાઈ જોધાભાઈ બાંભણિયા, જોરુભાઈ અરજણભાઈ સોલંકી, ભીમાભાઇ કાળુભાઈ સોલંકી, રમેશભાઈ ગીગાભાઈ ભાલીયા, ભુરાભાઈ રામસીભાઈ ભાલીયા, નારણભાઈ પુનાભાઈ ભાલીયા, ભગવાનભાઈ ભાયાભાઈ ભાલીયા રહે તમામ ગરાળ ને રોકડ રકમ ૧૧,૧૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી ઉના પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે..