સુરતના વરાછા વિસ્તારમાં હત્યા કરી નાશી છુટેલો આરોપીને ઝડપી પાડતી ઉના પોલીસ..
પાયલ બાંભણિયા (ગીર, સોમનાથ)
સુરત ના વરાછા વિસ્તાર માં ખૂન કરી નાસી છૂટેલો આરોપી ખત્રીવાડા ગામે છુપાયેલ હોવાની બાતમીના આધારે ઉના સર્વલન્સ સ્કોર્ડ એ ત્યાંથી ઝડપી પાડી સુરત પોલીસ હવાલે કર્યો છે, ઉના પી.આઈ ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ સર્વલંન્સ ટીમ ના અધિકારીઓ નો કાફલો પેટ્રોલિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન સ્ટાફ ને બાતમી મળી હતી કે સુરત ના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂન કરી નાસી છૂટેલો આરોપી ઉના તાલુકા ના મુળ ખત્રીવાડા ગામે રહેતા હિંમત જગુ શિયાળ બાપા સીતારામ ના ઓટલા પાસે ઉભો હોવાનું જાણવા મળેલ હકીકતના આધારે પી.એસ.આઈ. જાડેજા એ.એસ.આઈ. પરમાર, રાયજાદા તેમજ પોલીસ કાફલો દોડી ગયેલ અને ખૂન રાઇટીંગ ના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી ઉના પોલીસ સ્ટેશન માં લાવી તેની સામે 41 (1) આઈ મુજબ ગુન્હો નોધી સુરત ના વરાછા પોલીસ સ્ટેશનને જાણ કરી ગંભીર ગુનાના આરોપીને સોપ્યો હતો..