અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. જે.એન.પરમાર ની સુચના અને માર્ગદર્શન નીચે
રાજુલા પોલીસ ટીમ દ્રારા હિંડોરણા ગામે ક્રિષ્નાપાર્ક સોસાયટી માંથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને રોકડા રૂ.૧૪,૪૩૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત-
(૧) દિપકભાઇ કાળુભાઇ સોલંકી ઉ.વ.૨૭, રહે.હીડોરણા, ક્રીષ્નાપાર્ક સોસાયટી, તા.રાજુલા, જી.અમરેલી,
(૨) શામજીભાઇ ભગવાનભાઇ ગુજરીયા ઉ.વ.૩૦, રહે.રાજુલા, પાણીના ટાકાંપાસે, તા.રાજુલા, જી.અમરેલી,
(૩) મનોજભાઇ ધીરૂભાઇ ચોહાણ ઉ.વ.૨૪, રહે.રાજુલા,તત્વજયોતી પાસે, તા.રાજુલા, જી.અમરેલી,
(૪) મહેશભાઇ મધુભાઇ સોલંકી ઉ.વ.૩૦, રહે.જાપોદર, પુલ પાસે, તા.રાજુલા,જી.અમરેલી,
(૫) કીશનભાઇ મધુભાઇ ચીખલીયા ઉ.વ.૫૦, રહે.હીડોરણા, ગૌશાળા પાસે, તા.રાજુલા, જી.અમરેલી,
(૬) રાહુલભાઇ મધુભાઇ સોલંકી ઉ.વ.૧૮, રહે.જાપોદર, પુલ પાસે, તા.રાજુલા, જી.અમરેલી,
(૭) હિંમતભાઇ ચંદુભાઇ રાઠોડ ઉ.વ.૨૪, રહે.રાજુલા, પાણીના ટાંકા પાસે, તા.રાજુલા, જી.અમરેલી,
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) રોકડા રૂ.૧૪,૪૩૦/-
(૨) ગંજીપતાના પાના નંગ-પર
કામગીરી કરનાર અધિકારી કર્મચારી
રાજુલા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ, જે.એન.પરમાર તથા હિંડોરણા બીટના હેડ કોન્સ. અનોપસિંહ સોલંકી તથા સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ. ભીખુભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ. રોહીતભાઇ પરમાર તથા પો.કોન્સ. ધર્મેશભાઇ ચારોલા તથા પો.કોન્સ. સંજયભાઇ ચાવડા .દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.