સુરત જિલ્લાના કામરેજ ગામ ખાતે આવેલા માછીવાડમાં રહેતા અને દેરોદ ગામમાં તેમના ખેતરમાં ગટરનું ગંદકી યુક્ત પાણી જતા ખેડૂતોએ વારંવાર કરેલી મૌખિક રજૂઆતને કામરેજ ગ્રાં.પં સત્તધીશો અવગણતા ખેડૂતોએ લેખિતમાં રજૂઆત કરી હતી.કામરેજના માછીવાડમાં રહેતા ધર્મેશ હસમુખભાઈ,જેનીશ દિલીપ ભરૂચા,ભરત પરભુભાઈ ભરૂચા સહિતના ખેડૂતોની જીવાદોરી સામાન ખેતી વિષયક જમીન કામરેજ દેરોડ રોડ પર આવેલી છે.તેઓ તેમની એ ખેતી વિષયક જમીન ખેડી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે.તેમની ખેતી વિષયક જમીન જ્યાં આવેલી છે એવા કામરેજથી દેરોડ ગામ તરફ જતા રોડ પર જે.પી સ્કૂલની બાજુમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટી દ્વારા ગટરનું પાણી એ રોડની બાજુમાં બહાર કાઢવામાં આવે છે.જે ગટરનું ગંદકી યુક્ત પાણી ઉપરોક્ત તમામ ખેડૂતના ખેતરમાં પ્રવેશે છે.જે ગટરના પાણીના કારણે તેમને ખેતરમાં જવા માટેના રસ્તાની અગવડતા ઊભી થવા પામી છે.તેમજ એ જ ગટરનું પાણી સીધું ખેતરમાં પ્રવેશી ખેડૂતના પાકને નુકશાન કારક નીવડે છે.સોસાયટી દ્વારા છોડવામાં આવતા ગટરના ગંદકી યુક્ત પાણીની સમસ્યાના ઉકેલ માટે કામરેજ ગ્રામ પંચાયત સત્તધીશોને ખેડૂતો દ્વારા અનેકોનેક વાર મૌખિક રજૂઆત કરી હતી.પરંતુ સત્તાધીશો ખેડૂતની મૌખિક રજૂઆતને ઘોળીને પી ગયા હોય ખેડૂતો દ્વારા તેમને લેખિતમાં રજૂઆત કરી ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવા રજૂઆત કરી હતી.ત્યારે આવનાર સમયમાં કામરેજ ગ્રામ પંચાયતના સત્તાધીશો ધરતીપુત્રોની સમસ્યાનો ઉકેલ લાવશે કે પછી ઘી ના ઠામમાં ઘી જ રહેશે એ જોવું રહ્યું છે.