વિરમગામ-અમદાવાદ હાઈવે ઉપર સોકલી નર્મદા કેનાલ પાસે ટ્રક-ટ્રેલર ચાલકે ડબલ સવારી બાઈક ચાલકને અડફેટે લેતા ટ્રેલર નીચે આવી જતા એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે બીજા યુવકનો બચાવ થયો હતો.સુરેશ પ્રહલાદભાઈ ઠાકોર (રહે.મોટા ગોરૈયા)અને દશરથ સોમાભાઈ નાયક (ઉં.વ.25, મુળ રહે. વિછણ, હાલ રહે. મોટા ગોરૈયા) મોટા ગોરૈયાથી બાઈક ઉપર નર્મદા કેનાલ પાસે ચાલતી ક્ધસ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામે જઈ રહ્યા હતા, ત્યારે વિરમગામ-અમદાવાદ હાઈવે પર સોકલી નર્મદા કેનાલ પાસે ટ્રક-ટ્રેલરના ચાલકે બેદરકારી અને ગફલતભરી હંકારી બાઈકને ટક્કર મારતા દશરથભાઈ નાયક બાઈક સાથે ટ્રક-ટ્રેલર નીચે આવી જતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા વિરમગામ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે આવી પહોંચીહતી અને મૃતકની લાશને પીએમ અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે સુરેશ ઠાકોર બાઈક ઉપરથી રોડ ઉપર ડાબી બાજુ પડી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं