ડીસામાં બિપરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે કચ્છી કોલોની વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સુકાઈને ઊભેલા જોખમરૂપ ઝાડ વાવાઝોડામાં કોઈ નુકસાન ન કરે તે માટે આમ આદમી પાર્ટીના સદસ્યની રજૂઆતના પગલે પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યા છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં મુખ્ય રોડ પર લીમડાનું ઝાડ ઘણા સમયથી ભયજનક સ્થિતિમાં હતું. આ અંગે આ ઝાડ હટાવવા આ વિસ્તારના રહીશોએ અનેક રજૂઆતો કરી હતી. જો કે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરાતી ન હતી, ત્યારે હવે બીપરજોય વાવાઝોડાના પગલે આ ઝાડ પડે તો મોટું નુકસાન કરે તેવી સંભાવના હોવાથી ડીસા પાલિકાના આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવે દ્વારા પાલિકામાં તાત્કાલિક ધોરણે આ ઝાડ હટાવવા રજૂઆત કરાઈ હતી.
નગરસેવકની રજૂઆતના પગલે નગરપાલિકાની ફાયર ફાયટરની ટીમ સહિત સેનીટેશનની ટીમ સાધન સામગ્રી સાથે સ્થળ પર પહોંચી હતી. ખડેપગે ઉપસ્થિત રહી તાત્કાલિક ધોરણે આ ઝાડને કાપી નાખવામાં આવ્યું હતું. આ સિવાય પણ ડીસા શહેરમાં ભયજનક ઝાડને હટાવવા માટે નગરપાલિકાએ અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે.