લોકો સાથે સાથે પશુઓમાં પણ કેટલાક લોકોએ જાતિવાદ ઉભો કર્યો .....ગટરમાં પડેલી ગાય પોતાનો જીવ બચાવવા ખુબજ પોકાર કરી.... પણ ગાય શંકર ગાય હોવાથી કોઈજ વ્હારે ના આવ્યું અને આખરે 16 કલાક બાદ ગાયે દમ તોડ્યો.....શુ છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલ માં.....
વી.ઓ- સેવાના નામે મોટી મોટી વાતો કરતા લોકોની આજે આંખ પહોળી થઈ જાય તેવો કિસ્સો સામે આવ્યો છે ધાનેરા ડીબી પારેખ સ્કૂલની પાછળ આવેલી ખુલ્લી ગટરમાં એક ગાય પડી ગઈ હતી તે ગાયને બચાવવા માટે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને કલાકોની મહેનત બાદ ગાયને ગટરમાંથી બહાર નીકાળી હતી અને તે બાદ ધાનેરા ગૌશાળા ના ગૌસેવકો પણ આવ્યા હતા અને ગાયને પ્રાથમિક સારવાર આપી હતી પરંતુ કેટલીક મોટી મોટી સેવાની વાત કરતી સંસ્થાઓની આજે આખ પહોળી થઈ જાય તેવી ઘટના બની છે વહેલી સવારે ગાય ગટરમાં પડી અને લોકોએ ગાયને બહાર કાઢી ગૌસેવકોને જાણ કરી અને ગૌ સેવકોએ આવી ગાયને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી હતી પરંતુ તે બાદ ગાયની તબિયત સુધારા પર આવી ન હતી. સ્થાનિક લોકો દ્વારા સેવાભાવી સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સેવાભાવી સંસ્થાઓ દ્વારા શંકર ગાયની સારવાર ન કરવાનો નિયમ લીધેલો હોવાથી સવારથી લઈ સાંજ સુધી આ ગાય મોત સામે જજુમી હતી અને ગાયને પૂરતી સારવાર ન મળતા આખરે આ ગાયનું મોત નીપજ્યું હતું ગાયનું મોત નીપતા વહેલી સવારે નગરપાલિકાની ટીમ દ્વારા ગાયનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાને લઇ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોની સાથે સાથે હવે તો પશુઓમાં પણ ક્યાંક ને ક્યાંક જ જાતિવાદ જોવા મળી રહ્યા છે આજે જાતિવાદનો ભોગ બનેલી શંકર ગાયને પૂરતી સારવાર ન મળતા તેને જીવ ખોવા નો વારો આવ્યો હતો..આ જોઈ એમ કહીએ કે માનવતા મરી પરવારી તો તે વાત ને પણ નકારી સકાતી નથી