વાવાઝોડાની અસર હેઠળ આજે ઉત્તર ગુજરાતના સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી,,,ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ આજે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો કચ્છ, મોરબી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે....