Quality Council of India - QCI, દિલ્હી દ્વારા "સરપંચ સંવાદ" કાર્યક્ર્મમાં જેતપુર પાવી ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહનું સન્માન કરવામાં આવ્યું.

        ભારત દેશના ગામોને ગુણવતાપૂર્ણ ગામો માં પરિવર્તિત કરાવા માટે QCI દ્વારા દિલ્હી મુકામે સરપંચ સંવાદ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં સમગ્ર દેશમાં અલગ અલગ વિસ્તારમાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફળ સરપંચોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં દેશના ઉત્તરપ્રદેશ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, કર્ણાટક, ગુજરાત જેવા અન્ય જુદા જુદા ૧૪ જેટલા રાજ્યોના વિશિષ્ઠ પ્રકારની સફળ કામગિરી કરનાર ૧૮ જેટલા સફળ સરપંચોના અનુભવલક્ષી માર્ગદર્શન મેળવી અન્ય ગામોને પણ આજ દિશા તરફ વિકાસની હરોળમાં લઈ જવાના હેતુ માટે QCI દ્વારા એક સમિટ યોજી હતી. જેમાં પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર રાજસ્થાનના સરપંચશ્રી ડો. શ્યામસુંદર પાલીવાલજી સહિત નેશનલ એવોર્ડ મેળવનાર જુદા જુદા રાજ્યના સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત રાજયમાંથી બે સરપંચશ્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું . જેમાં હાલમાંજ ગુજરાત સરકાર તરફથી સ્માર્ટ વિલજ જાહેર થયું છે તેવા જેતપુર ગામના પૂર્વ સરપંચ તથા હાલના ડેપ્યુટી સરપંચ અંકિત ઉર્ફે મોન્ટુ શાહ સહિત કચ્છના કુનેરિયા ગામના ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ ચાંગાને પણ આમંત્રણ અપાયું હતું. આ કાર્યક્રમમાં QCI દ્વારા 

દરેક સરપંચશ્રીઓને સન્માન પત્ર તથા સર્ટિફિકેટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. ગુજરાતના છેવાડાના આદિવાસી વિસ્તારના જેતપુર ગામમાં કરેલ સફળ કામગીરી બદલ જેતપુર ગામના ડેપ્યુટી સરપંચ મોન્ટુભાઈ શાહને પણ સન્માનપત્ર સહિત સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં દેશનું પ્રથમ સ્માર્ટ વિલેજ બનાવનારા ગુજરાતના પુસરી ગામના પૂર્વ સરપંચ અને QCI ના ડિરેક્ટરશ્રી હિમાંશુભાઈ પટેલ ના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા પંચાયતોને સીધી મળતી ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાં અગામી સમયમાં કરવાપાત્ર સુધારા - વધારા કરવા અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરપંચશ્રીઓની પોતાના ગામ માટેની કર્તવ્ય નિષ્ઠાથી પ્રભાવિત થઈ QCI ના અધ્યક્ષ જક્ષય શાહ દ્વારા દેશના તમામ ગામો ને ગુણવતાયુક્ત ગામોમાં પરિવર્તન કરવા માટે દરેક પ્રકારની મદદ કરવાની ખાત્રી આપવામાં આવી હતી.