વિસનગર : વિસનગર શહેરની એક કોલેજમાં અભ્યાસ કરતી અને ઊંઝા તાલુકાના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરાને તેના જ ગામના યુવકે ઈન્સ્ટાગ્રામ પર પરિચય મેળવી વાતચીત કરી મેસેજ પર વાત કરવાની શરૂઆત કરી. તે પરિવારજનોને જણાવી દેવાનુ કહી યુવતીને ગોઠવા નજીક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શારીરિક અડપલાં કરી અને પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપતા યુવતીએ આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે છેડતી તેમજ પોક્સોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિસનગર: યુવકે સગીર યુવતીને ગેસ્ટ હાઉસમાં લઈ જઇ શારીરિક અડપલાં કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપતા ફરિયાદ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/06/nerity_3604cf2b69356f3e29ff411fe217c716.jpg)