ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગે.કા.પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તેમજ ગુન્હો કરી નાસતા ફરતા આરોપીને શોધી કાઢવાના હેતુથી ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર જે.જે.જાડેજા તથા ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના આંગડીયા પેઢીના માલીક પાસેથી કરેલ રોકડ રકમની લુંટના છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો આરોપી આલ્ફભાઈ અનકભાઈ કાઠી દરબાર રહે.જાનીવડલા તા.ચોટીલા વાળો હાલે પોતે મો.સા. લઈ ચોટીલા તાલુકાના નાની મોલડી ગામની ઉતરે આવેલ ગોપાલગીરી બાપુના આશ્રમની આજુબાજુના વિડ વિસ્તારના રસ્તે નિકળનાર છે. તેવી ચોકકસ હકિકત મળતા ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરશ્રી જે.જે.જાડેજા જરૂરી પોલીસ સ્ટાફના માણસો સાથે હકિકત વાળા વિડ વિસ્તારના કાચા રસ્તાઓમાં આરોપીનો વોચમાં હતા તે દરમ્યાન મોડી રાત્રીના સમયે એક મો.સા. ચાલક પોતાના હવાલા વાળું મો.સા. લઈ આવતા પોલીસના માણસોને જોઈ પોતાનું મો.સા. લઈ ભાગવા જતા મો.સા. ચાલકને પોતાના હવાલાવાળુ મો.સા. લઈ આવતા પોલીસના માણસોને જોઈ પોતાનું મો.સા. લઈ ભાગવા જતા મો.સા. ચાલકને કોર્ડન કરી પકડી લઈ ઈસમને પોતાનું નામ સરનામા બાબતે પુછતા પ્રથમ તો કોઈ હકિકત જણાવેલ નહી અને પોતે કોઈ ગુન્હામાં સંડોવાયેલ નહી હોવાનું જણાવતા પોલીસ ઈન્સ્પેકટર જે.જે.જાડેજાએ યુકિત પ્રયુકિતથી મજકુર ઈસમનું નામ ઠામ પુછતા મજકુર ઈસમ પડી ભાંગેલ અને પોતે પોતાનું નામ આલફભાઈ અનકભાઈ ખાચર કાઢી દરબાર ઉ.વ.37 રહે.જાનીવડલા તા.ચોટીલા વાળો હોવાનું જણાવી પોતે દોઢેક વર્ષ પહેલા ચોટીલા બેસ્ટ આંગડીયા પેટીના માલીક પાસેથી અન્ય સહ આરોપીઓ સાથે મળી રોકડ રકમની લુંટ કરેલ હોવાનું કબુલ કરતા મજકુર ઈસમને હસ્તગત કરી આગળની ધોરણસરની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.