પંચમહાલ જિલ્લામાં સંભવિત 'બિપરજોય' વાવાઝોડા સંદર્ભે પેટ્રોલ,ડીઝલ તથા રાંધણગેસની ઉપલબ્ધી અંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
બિપરજોય સંભવિત વાવાઝોડા સંદર્ભે અગમચેતીના પગલા લેવાના સંદર્ભે પંચમહાલ જિલ્લામાં આવેલ પેટ્રોલ, ડીઝલ તથા ગેસ એજન્સીના માલિક સંચાલકશ્રીઓની જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પંચમહાલ ગોધરાની અધ્યક્ષતામાં આજ તા.૧૪/૦૬/૨૦૨૩ના રોજ એક બેઠક યોજવામાં આવેલ હતી.

             આ બેઠકમાં સરકારશ્રીના આદેશાનુસાર તમામ પેટ્રોલપંપ ખાતે તેઓની સ્ટોરેજ કેપેસીટી મુજબનો જથ્થો જાળવી રાખવા અને જાહેર જનતાને કોઈ હાલાકી ન પડે તે મુજબ વિતરણ વ્યવસ્થા ચાલુ રાખવા તથા પેટ્રોલપંપ ખાતે આવેલ જનરેટરો ચાલુ હાલતમાં હોવા અંગેની ખરાઈ કરીને ઈંધણ વિતરણની વ્યવસ્થા ચાલુ રહે તથા વિતરણ થતાં જથ્થાને ધ્યાને લઈ કેપીસીટી મુજબનો પેટ્રોલ–ડીઝલનો પુરવઠો મેળવવા સબંધીઓને કાર્યવાહી કરવા તમામ પેટ્રોલપંપ ડીલરશ્રીઓને સુચના આપવામાં આવી હતી. ગેસ એજન્સીઓને પણ તેમના ગોડાઉનમાં ગેસ સીલીન્ડરોની કૃત્રિમ અછત ઉભી ન થાય તે સબંધે અંગત કાળજી રાખવા સુચના આપવામાં આવી હતી.