હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પાવીજેતપુર તાલુકા શાળા ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા આજરોજ તારીખ ૮ મી ઓગસ્ટ, ૨૦૨૨ ને સોમવારના રોજ તિરંગા રેલી યોજવામાં આવી હતી. આઝાદીના 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજને હાથમાં લઇ 75 અક્ષરોનુ નિર્માણ કરી "આઝાદી કા અમૃત મહોત્સવ" ની ઉજવણી કરવામાં આવી હતી.

          પ્રાપ્ત માહિતી મુજબ આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગરૂપે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પાવીજેતપુર તાલુકા પ્રાથમિક શાળાના ૨૭૦ જેટલા વિદ્યાર્થીઓ તથા શાળાના આચાર્ય સહિત તમામ શિક્ષકો તિરંગા રેલીમાં જોડાયા હતા.

              આ તિરંગા રેલીના આગોતરા આયોજન સ્વરૂપે પાવીજેતપુર નગરના દેશપ્રેમી દાનવીરો શ્રી સુરેશભાઈ ચોકસી, શ્રી તેજસભાઈ ચૌહાણ (શીતલ ટેલર્સ એન્ડ ડ્રેસીસ) તથા શાળાની બાજુમાં રહેતા શ્રી જગદીશભાઈ તરફથી શાળાના વિદ્યાર્થીઓને આ રેલીમાં ઉપયોગી થાય તેવા ૫૦ રાષ્ટ્રધ્વજનુ દાન આપવામાં આવ્યું. 

         પાવીજેતપુર તાલુકા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આપણા અખંડ ભારતના રાષ્ટ્રધ્વજને હાથમાં લઇ, ઢોલ,ડ્રમ, બ્યુગલ, ખંજરી અને મંજીરા સાથે "ભારત માતાકી જય", "વંદે માતરમ" વિગેરે નારાઓના સૂત્રોચ્ચાર કરતાં કરતાં તીનબત્તી વિસ્તાર થઈ મોટી બજારથી ગાંધીજીના સ્ટેચ્યુ પાસે ગાંધીજીને વંદન કરી, પરત દાડીયા બજાર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તાર થઈ શાળામાં પરત થયા હતા.

        આજના દિવસે આપણા ભારત દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજને હાથમાં લઇ 75 અક્ષરોનુ નિર્માણ કરી "આઝાદી કા અમૃત મહોત્સવ" ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોએ સ્વયં ઉભા થઈ 75 અક્ષરનું નિર્માણ કર્યું હતું. જે ખરેખર નયન રમ્ય લાગતું હતું અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.